
– ભારતીય રાજકારણના ઈતિહાસમાં અનેરો દિવસ
– પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 13 વર્ષ અને વડાપ્રધાન તરીકે 12 વર્ષ શાસન સંભાળ્યું
– સતત ત્રણ વિધાનસભા અને ત્રણ લોકસભા ચૂંટણી જીતવાનો રેકોર્ડ પણ મોદીના નામે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોઈપણ સરકારના વડા તરીકે સૌથી વધુ દિવસ શાસન કરવાની સિદ્ધિ મેળવીને ભારતના રાજકારણમાં ઈતિહાસ રચ્યો છે. પીએમ મોદીએ ૧૩ વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને ૧૨ વર્ષથી દેશના વડાપ્રધાન તરીકે શાસન સંભાળ્યું છે. અગાઉ આ રેકોર્ડ સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગના નામે હતો, જેમણે ૮,૯૩૦ દિવસ સુધી કોઈ સરકારના વડા તરીકે કામ કર્યું હતું.
