Ahmedabad News : અમદાવાદમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈ પોલીસ કમિશનરે પિરાણા રોડ પર કરી વિઝીટ, અધિકારીઓને આપી જરૂરી સૂચના

📅 Published: March 23, 2026 | 📂 Category: gujarat-news

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અને ટ્રાફિકની સમસ્યાથી લોકોને રાહત મળે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે અને તે નિર્ણયોના કારણે શહેરીજનોને થોડો ફાયદો થયો છે, શહેરમાં ઘણી જગ્યાએ નવા વિકાસના કામો ચાલી રહ્યાં છે જેને લઈ ટ્રાફિકની સમસ્યા વધી રહી છે.

ટ્રાફિક સમસ્યા મુદ્દે પોલીસ કમિશનર રોડ પર ઉતર્યા

આજે પિરાણા ખાતે પોલીસ કમિશનરે કરી વિઝીટ અને નારોલ-વિશાલ બ્રિજ પર ટ્રાફિકની સમીક્ષા કરવામાં આવી હતી, પિરાણા કટ બંધ કર્યા બાદ ટ્રાફિકમાં રાહત હોવાની વાત પોલીસ કમિશનર જી.એસ.મલિકે મિડીયાને કરી છે, નારોલથી વિશાલા વચ્ચે બ્રિજની કામગીરી ચાલુ છે અને પીરાણા કટ થોડા સમય પહેલા બંધ કર્યો અને તેને લઈ ટ્રાફિક હળવો થયો હોવાની વાત સામે આવી છે, પોલીસ કમિશનરનું વધુમાં કહેવું છે કે, ટ્રાફિક હળવો કરવા પોલીસ સ્ટાફમાં વધારો કર્યો છે અને આવતીકાલે પેલેડીયમ મોલ ખાતે કમિશનર ટ્રાફિકને લઈવિઝીટ કરશે.

ટ્રાફિકની સેન્સ લોકોને તો નથી જ, પરંતુ અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસ સિગન્લ પર કેમ લેફટ સાઈડને લઈ કોઈ ધ્યાન આપતી નથી

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા તો છે સાથે સાથે શહેરીજનો ટ્રાફિકના નિયમોનું જોઈએ એ રીતે પાલન કરતા નથી, અમદાવાદ શહેરના મોટા ચાર રસ્તા કે જયાં સિગન્લ પર લોકો ઉભા રહે છે પરંતુ જે લોકોને ડાબી સાઈડ તરફ જઉં હોય તે લોકો માટે થોડું અઘરૂ એટલા માટે થઈ જાય કે લોકો સિગન્લ પર પણ ડાબી સાઈડ ઉભા રહી જાય છે અને જે લોકોને ડાબી સાઈડ વળવું છે તે લોકોને જગ્યા મળતી લોકો હોર્ન મારે છે તો પણ તેમને સાઈડ મળતી નથી, અમદાવાદ શહેર પોલીસ તમે ડ્રાઈવ ચલાવો છો એ સારી વાત છે પણ આ લેફટ સાઈડને લઈ પણ ડ્રાઈવ ચલાવો નહીતર લોકો પોતાના નિયમો ઘરના બનાવીને અન્યને સાઈડ આપતા નથી.

આ પણ વાંચો : Valsad News : ઈરાન ઈઝરાયેલ યુદ્ધની વલસાડમાં અસર, આયુર્વેદિક હોસ્પિટલમાં ગેસની અછત સર્જાતા દર્દીઓને ઘરે પરત ફરવાનો વારો આવ્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *