CSKએ ભૂતપૂર્વ દિગ્ગજોને આપ્યું સર્વોચ્ચ સન્માન, સુરેશ રૈના અને મેથ્યુ હેડનને હોલ ઓફ ફેમમાં કર્યા સામેલ

📅 Published: March 23, 2026 | 📂 Category: sports

IPLની સૌથી સફળ ટીમોમાંની એક CSKએ 22 માર્ચે MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે તેના ફેન્સ માટે “Roar 2026” કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં CSK એ ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓનું સન્માન કર્યું હતું.

સુરેશ રૈના અને મેથ્યુ હેડન હોલ ઓફ ફેમમાં પહેલા સામેલ થયા હતા. બંને ખેલાડીઓએ CSK માટે મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે, જેમાં સુરેશ રૈના 13 વર્ષથી CSKનું પ્રતિનિધિત્વ કરે છે.

સુરેશ રૈના 13 વર્ષ સુધી રમ્યો

સુરેશ રૈના 13 વર્ષ સુધી CSK માટે રમ્યો. તેઓ 4 વખતની ચેમ્પિયન CSK ટીમનો પણ ભાગ હતા, જેને 2010, 2011, 2018 અને 2021માં ખિતાબ જીત્યો હતો. સુરેશ રૈનાએ CSK માટે 5529 રન બનાવ્યા હતા. તે 2008 થી 2021 સુધી CSKનો ભાગ હતા. તેને ઘણી વખત ટીમની કેપ્ટનશીપ કરી હતી. સુરેશ રૈનાને મિસ્ટર IPL તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ દરમિયાન મેથ્યુ હેડન 3 વર્ષ સુધી CSK માટે રમ્યો. તે 2008 થી 2010 સુધી યલો આર્મીનો ભાગ હતો. 2009માં મેથ્યુ હેડને CSK માટે 572 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી, ઓરેન્જ કેપ જીતનાર પહેલો CSK ખેલાડી બન્યો. મેથ્યુ હેડન 2010માં ટાઈટલ વિજેતા CSK ટીમનો પણ ભાગ હતો. હેડને CSK માટે 1,107 રન બનાવ્યા. હવે ફ્રેન્ચાઈઝીએ આ અનુભવી ખેલાડીને એક મહત્વપૂર્ણ સન્માન આપ્યું છે.

30 માર્ચથી શરૂ થશે CSKનું અભિયાન

CSK 30 માર્ચે IPL 2026 ની શરૂઆત કરશે. તેઓ ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. ત્યારબાદ યલો આર્મી 3 એપ્રિલે ચેપોક સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે પોતાની બીજી મેચ રમશે. આ સિઝનમાં CSKની કેપ્ટનશીપ ઋતુરાજ ગાયકવાડ કરશે. આ સિઝનમાં CSK માટે ઘણા નવા ખેલાડીઓ રમતા જોવા મળશે.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *