સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ IPL 2026માં વાપસી કરવા માગે છે. પરિણામે તેઓ પ્રેક્ટિસ મેચ દરમિયાન તેમના બેસ્ટ પ્રયાસો કરી રહ્યા છે. ફ્રેન્ચાઈઝીએ હવે બીજી એક ઈન્ટ્રા-સ્ક્વોડ મેચ રમી છે, જેમાં કાર્યકારી કેપ્ટન ઈશાન કિશન અને વાઈસ-કેપ્ટન અભિષેક શર્મા પણ નિષ્ફળ ગયા.
ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં બંને સ્ટાર બેટ્સમેન રન બનાવવામાં નિષ્ફળ ગયા. આ દરમિયાન પ્રેક્ટિસ મેચમાં એક યુવા ખેલાડીએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે.
ઈશાન કિશન અને અભિષેક શર્મા બેટિંગમાં સારું પ્રદર્શન કરી શક્યા નહીં
સનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડીઓએ પોતાને A અને B ટીમોમાં વહેંચી દીધા અને ઈન્ટ્રા-સ્ક્વોડ મેચ રમી. પરંતુ કેટલાક ખેલાડીઓ બંને ટીમો સાથે રમતા જોવા મળ્યા. હૈદરાબાદની A ટીમે પહેલા બેટિંગ કરી અને 19.3 ઓવરમાં 193 રન બનાવ્યા. ઈશાન કિશનએ ઇનિંગની શરૂઆત કરી, પરંતુ તે ફક્ત ત્રીજા બોલ પર આઉટ થયો.
આ ટીમ માટે નીતિશ રેડ્ડીએ 40 બોલમાં 73 રનની શાનદાર ઈનિંગ રમી. ત્યારબાદ ટીમ B ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરી, જ્યાં અભિષેક શર્મા પહેલા જ બોલ પર આઉટ થયો. પરંતુ તેને ફરીથી રમવાની તક મળી અને તેને 7 બોલમાં 21 રનની શાનદાર ઇનિંગ રમી. ટીમ B એ ફક્ત 14.4 ઓવરમાં 6 વિકેટે મેચ જીતી લીધી.
રવિચંદ્રન સ્મરણે બનાવ્યા રન
ટીમ A તરફથી યુવા બેટ્સમેન રવિચંદ્રન સ્મારમને 14 બોલમાં 26 રન બનાવ્યા. ત્યારબાદ ટીમ B તરફથી બેટિંગ કરતા 39 બોલમાં 70 રન બનાવ્યા. બંને વખત તે સારા ફોર્મમાં જોવા મળ્યો.
ગયા સિઝનમાં એડમ ઝેમ્પાને ઈજા થયા બાદ તે રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે ટીમમાં જોડાયો હતો. તેના ફોર્મને જોતા ફ્રેન્ચાઈઝીએ તેને 30 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર રિટેન કર્યો છે. પરંતુ હાલમાં તે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવે તેવી શક્યતા દેખાતી નથી.
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!
