Ahmedabad : પેટ્રોલ નહીં મળે તેવી વાતો પાયાવિહોણી, પેટ્રોલીયમ ડીલર એસોસિએશનની મહત્વની સ્પષ્ટતા

📅 Published: March 23, 2026 | 📂 Category: gujarat-news

રાજ્યમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે તેવી પ્રબળ અફવાઓ વચ્ચે આજે ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશને મૌન તોડ્યું છે. એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઇંધણની કોઈ અછત નથી અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી વાતો માત્ર અફવા છે.

પૂરતા પ્રમાણમાં ઇંધણનો સ્ટોક

અરવિંદ ઠક્કરે કહ્યું કે, ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક ઉપલબ્ધ છે. નાગરિકોએ ખોટી ચિંતા કરવાની કે પંપો પર ભીડ કરવાની કોઈ જરૂર નથી.

કંપનીઓ તરફથી જથ્થો સતત મળી રહ્યો છે

તેમણે ઉમેર્યું હતું કે, સપ્લાય ચેઈન નિયમિત રીતે કાર્યરત છે અને ઓઈલ કંપનીઓ તરફથી જથ્થો સતત મળી રહ્યો છે. પંપો પર જે લાંબી લાઈનો જોવા મળી રહી છે તે માત્ર લોકોમાં ફેલાયેલા ડર અને પેનિક બાયિંગને કારણે છે.

બિનજરૂરી ટ્રાફિક જામ અને અંધાધૂંધી ના કરો

હાલ તો વહીવટી તંત્ર અને પેટ્રોલિયમ કંપનીઓ સાથે મળીને આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. લોકોએ અફવાઓથી દૂર રહીને જરૂર પૂરતું જ ઈંધણ ભરાવવા અપીલ કરવામાં આવી છે, જેથી પંપો પર બિનજરૂરી ટ્રાફિક જામ અને અંધાધૂંધી ન સર્જાય.વાહનચાલકોએ ચિંતા કરવાની જરૂર નથી.

આ પણ વાંચો—      Gandhinagar : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ડે.સીએમ હર્ષ સંઘવીની અફવા ફેલાવનારા સામે કડક ચેતવણી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *