Suratના કાપોદ્રામાં દોડતી ST બસ બની અગ્નિરથ, 51 મુસાફરોનો આબાદ બચાવ

📅 Published: March 23, 2026 | 📂 Category: gujarat-news

ડાયમંડ સિટી સુરતના કાપોદ્રા વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી છે. તરસાડી-સુરત રૂટની એસટી (ST) બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. જે સમયે બસમાં આગ લાગી ત્યારે તેમાં 51 જેટલા મુસાફરો સવાર હતા, પરંતુ ડ્રાઈવરની સતર્કતા અને મુસાફરોની સમયસૂચકતાને કારણે તમામનો આબાદ બચાવ થયો છે.

આખી બસ આગની લપેટમાં આવી ગઈ

મળતી માહિતી મુજબ, રસ્તા પર જતી એસટી બસમાં કોઈ અગમ્ય કારણોસર એકાએક એન્જિનના ભાગેથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. આગ લાગતાની સાથે જ મુસાફરો જીવ બચાવીને તાત્કાલિક બસમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે, આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

કોઈ જાનહાનિ નોંધાઈ નથી

ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. સદનસીબે આ ભયાનક ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ભરચક રસ્તા પર બસ સળગતી જોઈને રાહદારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો—     Gandhinagar : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ડે.સીએમ હર્ષ સંઘવીની અફવા ફેલાવનારા સામે કડક ચેતવણી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *