By Dharmesh Prajapati

ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં લોકલ બોડીઝ (સ્થાનિક સ્વરાજ્ય) ની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ મોટા પાયે ફેરફારો અને તળિયાઝાટક બદલીઓનો ગંજીપો ચીપકાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ આઈએએસ (IAS) સ્તરે થયેલા મોટા ફેરબદલ અને સચિવાલયના વહીવટી અધિકારીઓની ફેરફાર બાદ, હવે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા પણ મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત વહીવટી સેવા (GAS) ના અનેક અધિકારીઓની આંતરિક બદલી અને બઢતીના સત્તાવાર આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા ૨૭ ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારોની બદલી કરવામાં આવી છે, જ્યારે ૯ અધિકારીઓને પ્રમોશન (બઢતી) સાથે નવી અને મહત્વની નિમણૂક સોંપવામાં આવી છે.
વહીવટી માળખાને વધુ પારદર્શક અને ગતિશીલ બનાવવાનો પ્રયાસ
સરકાર દ્વારા લેવાયેલા આ ત્વરિત પગલાને વહીવટી કામગીરીને વધુ ઝડપી, ભ્રષ્ટાચાર મુક્ત અને લોકાભિમુખ બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ આદેશોને કારણે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, અમરેલી સહિતના અનેક જિલ્લાઓના વહીવટી માળખામાં મોટા ફેરફારો જોવા મળ્યા છે.
બદલી અને બઢતી મેળવનાર મુખ્ય અધિકારીઓની યાદી:
- મહેન્દ્ર દેસાઈ: નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી (અમરેલી) થી બદલી કરીને નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી (અમરેલી) તરીકે મૂકાયા.
- કુમારી હેતલ વસાવાયા: નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી (દાહોદ) થી બદલી કરીને દ્વિતીય SLAO, કલેક્ટર કચેરી (અમદાવાદ) ખાતે નિયુક્ત.
- જેમિની ગઢીયા: નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી (ગીર સોમનાથ) થી બદલી કરીને પ્રી-સ્ક્રુટિની ઓફિસર, IORA (ગાંધીનગર) માં પોસ્ટિંગ.
- અર્શી એસ. હાશ્મી: જિલ્લા પુરવઠા અધિકારી (કચ્છ) થી બદલી કરીને SLAO, SSNNL નર્મદા પ્રોજેક્ટ, રાધનપુર-૧ (પાટણ) તરીકે જવાબદારી સોંપાઈ.
- ડી. પી. શાહ: મામલતદાર, સિટી (વેસ્ટ)-વેજલપુર (અમદાવાદ) થી બદલી કરી પ્રી-સ્ક્રુટિની ઓફિસર, IORA (ગાંધીનગર) તરીકે બઢતી.
- જે. એ. ચૌહાણ: મામલતદાર, ધોલેરા (અમદાવાદ) થી નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી (હિંમતનગર, સાબરકાંઠા) તરીકે પ્રમોશન.
- પી. આર. સંગાડા: મામલતદાર, ડભોઈ (વડોદરા) થી બદલી કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આણંદ મહાનગરપાલિકા તરીકે મહત્વનું પોસ્ટિંગ અપાયું.
- ટી. સી. પટેલ: મામલતદાર, નિઝર (તાપી) થી નાયબ કલેક્ટર-(૨), કલેક્ટર કચેરી (વ્યારા, તાપી) તરીકે પ્રમોશન.
- વાય. પી. ગઢવી: મામલતદાર, જામખંભાળિયા થી નાયબ કલેક્ટર-(૨), કલેક્ટર કચેરી (દ્વારકા) તરીકે બઢતી સાથે નિમણૂક.
વહીવટી ક્ષેત્રે નવી ઊર્જા લાવવાનો હેતુ
રાજ્યના સરકારી પ્રોજેક્ટ્સ જેવા કે નર્મદા નિગમ (SSNNL) ની જમીન સંપાદન કામગીરી (SLAO), ઓનજીસી (ONGC) કચેરી, તેમજ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન (IORA) પોર્ટલની પ્રી-સ્ક્રુટિની કામગીરીમાં વેગ લાવવા માટે પણ આ નિષ્ણાત અધિકારીઓને પાયાની જવાબદારીઓ સોંપવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ અને વડોદરા જેવા મહાનગરોની કલેક્ટર કચેરીઓમાં પણ ક્ષમતાવાન અધિકારીઓ મુકાતા જમીન અને મહેસૂલી પ્રક્રિયાઓ વધુ સરળ બનશે તેવી આશા છે.
મહેસૂલ વિભાગના આ હુકમોથી સચિવાલયમાં ભારે હલચલ મચી ગઈ છે અને તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની નવી કચેરીઓમાં ચાર્જ સંભાળી લેવા સૂચના આપી દેવામાં આવી છે.
કનેક્ટ વિથ ધર્મેશ પ્રજાપતિ +91 7359585035 Call / WhatsApp
Website: ambeinfotech.com
Read more on newsforyou.live
