Author: Dharmesh Prajapati Platform: newsforyou.live

બેલફાસ્ટ (ઉત્તરી આયર્લેન્ડ):
“મેં ક્યારેય નહોતું વિચાર્યું કે જે દેશને મેં મારું ઘર માન્યું, ત્યાં મને આટલી નફરત મળશે. જ્યારે મારી આખી જિંદગીની કમાણી અને મારું સપનું આગની જ્વાળાઓમાં રાખ થઈ રહ્યું હતું, ત્યારે બહાર ઉભેલા લોકો અફસોસ કરવાને બદલે ખુશીઓ મનાવી રહ્યા હતા, બૂમો પાડી રહ્યા હતા.” આ શબ્દો છે ઉત્તરી આયર્લેન્ડની રાજધાની બેલફાસ્ટમાં રહેતા એક ભારતીય મૂળના ઉદ્યોગસાહસિક (Entrepreneur) ના, જેમનું નવું શરૂ થનારું સુપરમાર્કેટ વસાહતી વિરોધી (Anti-immigrant) હિંસાની ભેટ ચડી ગયું છે. બેલફાસ્ટમાં એક પ્રવાસી દ્વારા કરાયેલા છરીના હુમલા બાદ ફાટી નીકળેલી વંશીય હિંસામાં નિર્દોષ વિદેશી નાગરિકો અને તેમના વ્યવસાયોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેમાં આ ભારતીય પરિવારે પોતાની આખી જિંદગીની બચત ગુમાવી દીધી છે.
આખી જિંદગીની કમાણી સેકન્ડોમાં રાખ
પીડિત ભારતીય વેપારી, જેઓ છેલ્લા ૧૮ વર્ષથી આયર્લેન્ડમાં સ્થાયી થયા છે અને સુરક્ષાના કારણે પોતાનું નામ જાહેર કરવા નથી માંગતા, તેમણે પોતાની દર્દનાક કહાની શેર કરી છે:
- નવા સુપરમાર્કેટનું સપનું: તેમણે બેલફાસ્ટના શનકિલ રોડ (Shankill Road) પર એક જૂની ઇમારત ખરીદી હતી. તેઓ ત્યાં એક મોટું ઇન્ડિયન સુપરમાર્કેટ ખોલવાની તૈયારી કરી રહ્યા હતા, જેથી સ્થાનિક લોકોને રોજગારી અને એશિયન સામગ્રી મળી શકે.
- વીમો પણ નહોતો: દુકાનમાં હજી વાયરિંગ અને ઈલેક્ટ્રિશિયનનું કામ ચાલી રહ્યું હોવાને કારણે આ પ્રોપર્ટીનો ઈન્સ્યોરન્સ (વીમો) લેવાનો બાકી હતો. પ્રદર્શનકારીઓએ ઇમારતની છત પર પેટ્રોલ બોમ્બ ફેંકીને તેને પળવારમાં ફૂંકી મારી હતી. વીમો ન હોવાને કારણે તેમની કરોડો રૂપિયાની લાઈફ સેવિંગ્સ એક ઝાટકે શૂન્ય થઈ ગઈ છે.
ભયાનક નફરત: પીડિતે જણાવ્યું કે, “જ્યારે બિલ્ડિંગ સળગી રહી હતી, ત્યારે આસપાસ ઉભેલા ટોળામાં કોઈ સહાનુભૂતિ નહોતી. લોકો તાળીઓ પાડીને અને બૂમો પાડીને ઉજવણી કરી રહ્યા હતા. આ એક ગંભીર નફરતનો ગુનો (Racist Hate Crime) છે. મેં થોડા અઠવાડિયા પહેલા જ લોકોની આક્રમકતા અનુભવવાનું શરૂ કરી દીધું હતું, પણ આ હદે હિંસા થશે તેની કલ્પના નહોતી.”
“હું મારા બાળકોને કેવી રીતે ખવડાવીશ?” – ભયના ઓથાર હેઠળ પરિવાર
આ હિંસક આંચકાએ ભારતીય ઉદ્યોગસાહસિકને માનસિક અને આર્થિક રીતે સંપૂર્ણપણે તોડી નાખ્યા છે. પોતાની સુરક્ષા અને પરિવારના ભવિષ્યને લઈને તેઓ અત્યંત ચિંતિત છે.
- ભાવનાત્મક આઘા: પીડિતે રડતા અવાજે કહ્યું, “મારી પાસે હવે કશું જ બચ્યું નથી, બધું જ લૂંટાઈ ગયું છે. મારે હવે એ વિચારવું પડશે કે હું મારા બે નાના બાળકોને કેવી રીતે ખવડાવીશ. અમે અહીં એક નાનું, શાંતિપ્રિય પરિવાર છીએ. અમારી સુરક્ષા કરવા કે અમારી મદદ કરવા કોણ આગળ આવશે તે ખબર નથી.”
- સ્થાનિકોમાં ફેલાયેલો ડર: આ માત્ર એક વેપારીની વાત નથી. બેલફાસ્ટમાં રહેતા અન્ય ભારતીય મૂળના લોકો, જેમ કે એન્જિનિયર ઈમરાન, જેઓ આ હિંસાના સાક્ષી બન્યા છે, તેમણે પણ જણાવ્યું કે પ્રદર્શનકારીઓ ઘરોમાં પેટ્રોલ બોમ્બ ફેંકી રહ્યા છે અને વિદેશીઓને દેશ છોડવાની ધમકીઓ આપી રહ્યા છે.
કાયદો અને વ્યવસ્થા સામે સવાલો
બેલફાસ્ટ પોલીસ (PSNI) એ આ ઘટનાને સત્તાવાર રીતે ઈરાદાપૂર્વકની આગજની (Arson) અને રેસિસ્ટ હેટ ક્રાઈમ તરીકે નોંધી છે. ઉત્તરી આયર્લેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર મિશેલ ઓ’નીલે પણ આ હુમલાની સખત નિંદા કરી છે અને માસ્ક પહેરેલા લોકો દ્વારા પરિવારોને ડરાવવા-ધમકાવવાની ઘટનાને ‘કાયરતા’ ગણાવી છે. પરંતુ, બ્રિટનમાં સતત વધી રહેલી જમણેરી વિચારસરણી અને વસાહતીઓ પ્રત્યેની નફરતને કારણે હવે ત્યાં વસતા કાયદેસરના ભારતીય વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ પોતાની સુરક્ષાને લઈને ભારે ફફડાટ અનુભવી રહ્યા છે.
First Minister Michelle O’Neill Breaks Silence On Belfast Knife Attack
This video features Northern Ireland’s political leadership addressing the severe community tensions and the violent aftermath that impacted local businesses and residents.
