મેચ પહેલા જ શહેરની તમામ હોટલો લગભગ હાઉસફુલ થઈ ગઈ છે અને રૂમના ભાવોમાં 300થી 400 ટકા સુધીનો તોફાની વધારો નોંધાયો છે. ટી-૨૦ ફાઈનલ મેચ માટે અન્ય રાજ્ય અને દેશમાંથી 40 હજાર લોકો અમદાવાદ આવે તેવી શક્યતા છે. સામાન્ય દિવસોમાં સામાન્ય રકમમાં મળતા હોટલ રૂમના ભાડાંમાં ૪૦૦ ટકાનો વધારો ઝીંકાયો છે. ઘણી હોટલોમાં તો રૂમ મળવો મુશ્કેલ બની ગયો છે. હાલની સ્થિતિ એવી છે કે અમદાવાદની ઘણી જાણીતી હોટલોમાં ૭૦ થી ૮૦ ટકા સુધીનું બુકિંગ પહેલેથી જ થઈ ગયું છે.
હોટલનું નામ અને ભાડું
ITC નર્મદા, 59,000 રૂ.
તાજ સ્કાયલાઇન, 49,000 રૂ.
ધ લીલા ગાંધીનગર, 44,000 રૂ.
તાજ ગાંધીનગર, 30,000 રૂ.
હોટલ રેગલ રેસીડેન્સી, 30,000 રૂ.
લે મેરિડીયન , 24,000 રૂ.
ધ હાઉસ ઓફ એમજી, 17,000 રૂ.
રમાડા હોટલ, 16,000 રૂ.
હોટલ આશ્રય ઇન એક્સપ્રેસ, 14,000 રૂ.
હયાત વસ્ત્રાપુર, 12,000 રૂ.
હયાત આશ્રમ રોડ, 7,000 રૂ.
ફેર ફિલ્ડ બાય મેરિઓટ, 8,000 રૂ.
ફોર્ચ્યુન લેન્ડમાર્ક, 8,000 રૂ.
તાજ ઉમેદ , 7,000 રૂ.
ફ્લાઈટના પણ ભાડામાં પણ જંગી વધારો જોવા મળ્યો છે
એવું નથી કે માત્ર હોટલ ભાડાં જ વધ્યા છે ફ્લાઈટના પણ ભાડામાં પણ જંગી વધારો જોવા મળ્યો છે. અમદાવાદ ખાતે આવતા લોકોને રહેવા માટે રૂમ ઉપલબ્ધ નથી , ભાડાં અત્યંત મોંઘા છે તેમ છતાં પણ મેચ રસિકો ગમે એટલા મોંઘા ભાડાં ચૂકવીને પણ મેચ જોવા માટે ઉત્સુક છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં મોટી મોટી ઇવેન્ટ યોજાઈ રહી છે, જેના કારણે હોટલ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થઈ રહ્યો છે. તેમજ કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ આવી રહી છે તેના કારણે ૨૦૩૦ સુધીમાં અત્યારે જેટલી હોટલો છે તેટલી જ વધુ નવી હોટલો તૈયાર થવાની છે. આવા સંજોગોમાં વધતી જતી હોટલ સ્ટેની માગને સરળતાથી પહોંચી વળાશે.
રૂટ (અમદાવાદ), સામાન્ય દિવસોમાં ભાડું, વર્તમાન ભાડું
દિલ્હી , રૂ. 5,000 – રૂ. 7,000 , રૂ. 8,000 – રૂ.25,000
મુંબઈ , રૂ. 3,000 – રૂ. 5,000,, રૂ.15,000 – રૂ.22,000
બેંગાલુરુ, રૂ. 6,000 – રૂ. 8,000, રૂ. 20,000 – રૂ.28,000
હૈદરાબાદ, રૂ. 5,500 – રૂ. 7,500 , રૂ.18,000 – રૂ.30,000
દુબઈ , રૂ. 15,000 – રૂ. 20,000, રૂ.35,000 – રૂ.60,000
લંડન , રૂ. 55,000 – રૂ.70,000, રૂ.90,000 – રૂ.1.2 lakh
