Gujarat Weather: અંબાલાલ પટેલે કરી આ વખતના ચોમાસાની આગાહી, જાણો કેટલા ટકા વરસાદ થવાનું અનુમાન છે?

📅 Published: April 14, 2026 | 📂 Category: gujarat-news

By Dharmesh Prajapati

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં હાલમાં ગરમી વધી રહી છે. આગામી 20થી 22 એપ્રિલ દરમિયાન હવામાન બદલાશે. દક્ષિણ પૂર્વ ગુજરાતમાં પવન સાથે વરસાદ પડી શકે છે. 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

જરાતમાં માવઠાનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં ગરમ અને સૂકા પવન ફૂંકાતા ગરમીમાં વધારો થયો છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં 42.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી સાથે પ્રિ મોન્સૂન વરસાદની આગાહી કરી છે. તેમણે આ વખતના ચોમાસા અંગે પણ આગાહી કરી હતી.

રાજ્યમાં હાલમાં ગરમી વધી રહી છે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં હાલમાં ગરમી વધી રહી છે. આગામી 20થી 22 એપ્રિલ દરમિયાન હવામાન બદલાશે. દક્ષિણ પૂર્વ ગુજરાતમાં પવન સાથે વરસાદ પડી શકે છે. 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.26 તારીખ પછી ફરી ગરમી વધવાની શક્યતાઓ છે.અનેક વિસ્તારોમાં તાપમાન 41થી 43°C સુધી પહોંચી શકે છે.


📱 Share on WhatsApp