ભારતીય વાયુસેનાના મુખ્ય એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે ગુરૂવારે પશ્ચિમી વાયુ કમાનના એક ફોરવર્ડ એરબેઝથી મિગ-29 ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી. આ ઉડાન પશ્ચિમી સેક્ટરમાં તૈનાત મહત્વપૂર્ણ એરબેઝથી ભરવામાં આવી, જ્યાંથી વાયુસેનાની ઓપરેશનલ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
કેમ ખાસ છે આ ઉડાન?
એર ચીફ માર્શલે મિગ-29 મલ્ટી-રોલ ફાઈટરમાં એકલા ઉડાન ભરી. આ વિમાન ભારતીય વાયુસેનાનું એક મુખ્ય ફ્રન્ટલાઈન પ્લેટફોર્મ છે. જે પશ્ચિમી સરહદી પર એર સુપીરિયરિટી રાખવાનું કામ કરે છે. આ ઉડાન નેતૃત્વની તૈયારીઓને બતાવે છે અને જવાનોનું મનોબળ વધારે છે.
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર સટીક હુમલા કર્યા
આ એરબેઝ ઓપરેશન સિંદૂર દરમિયાન ખુબ જ મહત્વપૂર્ણ રહ્યું હતું. ઓપરેશન સિંદૂર 2025માં પાકિસ્તાનની વિરૂદ્ધ ભારતની મોટી સૈન્ય કાર્યવાહી હતી. જે પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી. જેમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર સટીક હુમલા કર્યા. આ એરબેઝે તે સમયે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
ઉડાન બાદ તેમને બેઝની સમગ્ર તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. તેમને વિમાન, કર્મચારીઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાલની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. જવાનો સાથે વાતચીત કરી. ક્ષેત્રીય સુરક્ષાના પડકારોની વચ્ચે વાયુસેનાની ઉચ્ચ સ્તરની તૈયારીઓને સુનિશ્ચિત કરવા પર ભાર મુક્યો.
મિગ-29નું શું છે મહત્વ?
મિગ-29 રશિયન મૂળનું મલ્ટી-રોલ ફાઈટર છે, જે હવામાં લડાઈ, જમીન પર હુમલો અને હવાઈ રક્ષા માટે ઉપયોગ થાય છે. ભારતીય વાયુસેનાએ તેને અપગ્રેડ કર્યું છે, જેમાં સારૂં રડાર, હથિયાર અને ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો લગાવવામાં આવ્યા છે. તે પશ્ચિમી ફ્રન્ટ પર સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા કરે છે. જો કે વાયુસેના હવે નવા વિમાન જેમ કે રાફેલ, સુખોઈ-30 અને તેજસ પર ફોક્સ કરી રહ્યું છે પણ મિગ 29 હજુ પણ મજબૂત ભૂમિકા નિભાવી રહ્યું છે.
આ પણ વાંચો : West Bengalમાં ચૂંટણી પહેલા ફેરફાર, RN રવિ બન્યા નવા રાજ્યપાલ
