Kuldeep Yadav 14 માર્ચે મસૂરીમાં વંશિકા સાથે કરશે લગ્ન, જાણો ક્યાં યોજાશે રિસેપ્શન?

📅 Published: March 12, 2026 | 📂 Category: sports

T20 વર્લ્ડકપ જીત્યા બાદ ભારતના ચાઈનામેન બોલર કુલદીપ યાદવ લગ્ન કરવા માટે તૈયાર છે. વર્લ્ડકપ વિજેતા સ્પિનર ​​કુલદીપ યાદવ તેની બાળપણની મિત્ર વંશિકા સિંહ સાથે લગ્ન કરશે.

લગ્નની તારીખ 14 માર્ચ 2026 નક્કી કરવામાં આવી છે, જે ઉત્તરાખંડના મસૂરીના સુંદર હિલ સ્ટેશનમાં થશે. લગ્ન એક પ્રાઈવેટ રિસોર્ટમાં યોજાશે, જેમાં પરિવાર અને નજીકના મિત્રો હાજરી આપશે. કુલદીપના પિતા રામ સિંહ યાદવે તાજેતરમાં લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વ્યક્તિગત રીતે લગ્નનું આમંત્રણ આપ્યું હતું.

મસૂરીમાં થશે લગ્ન

13 માર્ચે હલ્દી અને મહેંદીના સેરેમની લગ્ન પહેલા થશે. કુલદીપના કોચ અને પારિવારિક મિત્ર કપિલ દેવ પાંડેએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમને કહ્યું કે પરિવાર અને મિત્રો 12 માર્ચે મસૂરી પહોંચશે અને 13 માર્ચે લગ્ન પહેલાની સેરેમની શરૂ થશે. લગ્ન 14 માર્ચે થશે. ત્રણ દિવસ પછી 17 માર્ચે લખનૌની હોટેલ સેન્ટ્રમ ખાતે એક ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે. ક્રિકેટ જગતની ઘણી જાણીતી હસ્તીઓ, બોલીવુડ સેલિબ્રિટીઓ અને ઉત્તર પ્રદેશના જાણીતા રાજકારણીઓ આ રિસેપ્શનમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.

ગયા વર્ષે થઈ હતી સગાઈ

કુલદીપ અને વંશિકાની લવસ્ટોરી ખૂબ જ રોમેન્ટિક છે. બંને કાનપુરના રહેવાસી છે, અને તેમના ઘરો ફક્ત 3 કિલોમીટરના અંતરે છે. તેઓ બાળપણથી જ સારા મિત્રો હતા, અને તેમનો સંબંધ ધીમે ધીમે પ્રેમમાં પરિણમ્યો. વંશિકા સિંહ કાનપુરના શ્યામ નગરની રહેવાસી છે. તેના પિતા યોગેન્દ્ર સિંહ ચઢ્ઢા ભારતીય રેલવેમાં કામ કરે છે, જ્યારે વંશિકા હાલમાં ઓસ્ટ્રેલિયામાં કામ કરે છે.

કુલદીપ અને વંશિકાએ 4 જૂન, 2025 ના રોજ સગાઈ કરી હતી. લગ્ન નવેમ્બર 2025 માં નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ T20 વર્લ્ડકપ 2026ની તૈયારીઓને કારણે તારીખ મુલતવી રાખવામાં આવી હતી. હવે વર્લ્ડકપ જીત્યા પછી કુલદીપ એક નવું જીવન શરૂ કરવા જઈ રહ્યો છે.

કુલદીપે ફક્ત 1 જ મેચ રમી

કુલદીપ ટીમનો ભાગ હોવાથી ભારતે T20 વર્લ્ડકપ 2026 જીત્યો હતો. પરંતુ તેને પાકિસ્તાન સામે ફક્ત 1 જ મેચ રમી હતી, જેમાં તેને 14 રન આપીને 1 વિકેટ લીધી હતી. વર્લ્ડકપ જીત્યા પછી કુલદીપે ટ્રોફી અને મેડલ સાથે ઘણા આકર્ષક ફોટા શેર કર્યા.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!


📱 Share on WhatsApp 🌐 View Original Article