Railway News : પશ્ચિમ રેલવે આ જગ્યાઓ પર ચલાવશે ચાર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો

Published: March 7, 2026 | Category: gujarat-news

ટ્રેન નં. 09029, 09030, 09043, 09044, 01154 અને 01418 માટેની બુકિંગ 07.03.2026થી તમામ પીઆરએસ કાઉન્ટરો તથા આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે . ટ્રેનોના ઠેરાવો, સમય અને કોચ રચનાની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.

ટ્રેન નં. 09029/09030 બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ [02 ફેરા]

ટ્રેન નં. 09029 બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ સ્પેશિયલ રવિવાર, 08 માર્ચ 2026ના રોજ 00:05 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરી એ જ દિવસે 08:40 વાગ્યે અમદાવાદ પહોંચશે. તે જ રીતે ટ્રેન નં. 09030 અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ સોમવાર, 09 માર્ચ 2026ના રોજ 03:20 વાગ્યે અમદાવાદથી પ્રસ્થાન કરી એ જ દિવસે 11:35 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટિયર અને એસી 3-ટિયર ના કોચ હશે.

ટ્રેન નં. 09044/09043 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ [02 ફેરા]

ટ્રેન નં. 09044 અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ સોમવાર, 09 માર્ચ 2026ના રોજ 03:50 વાગ્યે અમદાવાદથી પ્રસ્થાન કરી એ જ દિવસે 12:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તે જ રીતે ટ્રેન નં. 09043 બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ સ્પેશિયલ સોમવાર, 09 માર્ચ 2026ના રોજ 14:30 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરી એ જ દિવસે 22:55 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વડોદરા, ભરૂચ, સુરત, વાપી, અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટિયર ના કોચ હશે.

ટ્રેન નં. 01154/01153 અમદાવાદ – છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુપરફાસ્ટ એસી સ્પેશિયલ [02 ફેરા]

ટ્રેન નં. 01154 અમદાવાદ–છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્પેશિયલ સોમવાર, 09 માર્ચ 2026ના રોજ 04:00 વાગ્યે અમદાવાદથી પ્રસ્થાન કરી એ જ દિવસે 12:55 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે. તે જ રીતે ટ્રેન નં. 01153 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ–અમદાવાદ સ્પેશિયલ શનિવાર, 07 માર્ચ 2026ના રોજ 22:05 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી પ્રસ્થાન કરી બીજા દિવસે 06:40 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વડોદરા, સુરત, વસઈ રોડ, ઠાણે અને દાદર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટિયર (ઇકોનોમી) કોચ હશે.

ટ્રેન નં. 01418/01417 અમદાવાદ–પુણે સુપરફાસ્ટ સ્પેશિયલ [02 ફેરા]

ટ્રેન નં. 01418 અમદાવાદ–પુણે સ્પેશિયલ સોમવાર, 09 માર્ચ 2026ના રોજ 02:00 વાગ્યે અમદાવાદથી પ્રસ્થાન કરી એ જ દિવસે 12:10 વાગ્યે પુણે પહોંચશે.તે જ રીતે ટ્રેન નં. 01417 પુણે–અમદાવાદ સ્પેશિયલ શનિવાર, 07 માર્ચ 2026ના રોજ 17:30 વાગ્યે પુણેમાંથી પ્રસ્થાન કરી બીજા દિવસે 05:30 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વડોદરા, સુરત, વસઈ રોડ, કલ્યાણ અને લોનાવલા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ તથા જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

આ પણ વાંચો : Rajkot News : કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકારણમાં લીધી નિવૃત્તિ : સૂત્ર, સૌરાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર

Original Source: Read full article at source