
Ajit Pawar plane crash: મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને NCP પ્રમુખ અજિત પવારના નિધનને એક મહિનો થઈ ગયો, હવે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ આ ભયાનક વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર કર્યો છે. રિપોર્ટમાં અકસ્માત સમયે ઓછી વિઝિબિલિટી (દૃશ્યતા) અને બારામતી એરસ્ટ્રિપ (હવાઈપટ્ટી) પરની સુરક્ષા ખામીઓને વિમાન દુર્ઘટનાના મુખ્ય કારણો તરીકે દર્શાવવામાં આવ્યા છે.
વિઝિબિલિટી માત્ર 3 કિલોમીટર જ હતી
AAIB મુજબ, આ દુર્ઘટના ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન થઈ હતી. આ દુર્ઘટનામાં અજિત પવારની સાથે વિમાનના બંને પાયલટ, તેમના સુરક્ષા ગાર્ડ અને ફ્લાઇટ એટેન્ડન્ટનું પણ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
