અનામતમાં ક્રીમી લેયર માત્ર આવકના આધારે નક્કી ન થાય : સુપ્રીમ

📅 Published: March 13, 2026 | 📂 Category: India National


– ઓબીસી અનામત પર સુપ્રીમનો મહત્વપૂર્ણ ચુકાદો

– ક્રીમી લેયર નક્કી કરવા માતા-પિતાના પદ અને સામાજિક-વહીવટી દરજ્જાને પણ ધ્યાનમાં રાખવા જરૂરી : સુપ્રીમ

– સુપ્રીમના ચૂકાદાથી સિવિલ સેવા પરીક્ષા પાસ કરવા છતાં ક્રીમી લેયરમાં સામેલ કરાયેલા નિમણૂકથી વંચિત ઉમેદવારોને રાહત

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુરુવારે અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના અનામત અંગે મહત્વપૂર્ણ ચૂકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમે સ્પષ્ટ કર્યું કે, કોઈ ઉમેદવાર ક્રીમી લેયરમાં છે કે નહીં તે માત્ર તેની પારિવારિક આવકના આધારે નક્કી કરી શકાય નહીં. બેન્ચે એક કેસની સુનાવણીમાં કહ્યું, પદોની શ્રેણીઓ અને સ્ટેટસ માપદંડોના સંદર્ભ વિના માત્ર આવકના આધારે ક્રીમી લેયરનો દરજ્જો નિશ્ચિત કરવો કાયદાની દૃષ્ટિએ ટકાઉ નથી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *