અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ધૂળેટી પર્વે અગત્યની સૂચનાઓ જાહેર

📅 Published: March 2, 2026 | 📂 Category: gujarat-news

AMC દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, 4 માર્ચના રોજ શહેરના તમામ બગીચાઓ અને ઉદ્યાનો જાહેર જનતા માટે બંધ રહેશે. 

ધૂળેટીના દિવસે બગીચા બંધ 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદીઓ માટે ખાસ સમાચાર કે જો ધૂળેટી ના દિવસે તમારો એવો કોઈ પ્લાન છે કે તમે પરિવાર સાથે કે મિત્રો સાથે નજીકના બગીચાઓમાં મોજ કરવા જવાના હોવ તો પ્લાન ફેરફાર કરી નાખજો તમને ધરમ ધક્કો થશે એ ફાઈનલ છે જેનું કારણ એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધૂળેટી પર્વે અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે મુજબ 4 માર્ચના રોજ શહેરમાં તમામ બગીચા બંધ રહેશે.

સાંજે 5 વાગ્યા સુધી અટલ બ્રિજ બંધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા નિર્મુણય મુજબ 4 માર્ચના રોજ શહેરમાં તમામ બગીચા બંધ રહેશે અને એ સાથે સાથે 4 માર્ચે સાંજે 5 વાગ્યા સુધી અટલ બ્રિજ બંધ રહેશે અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરશન લિમિટેડ હેઠળ આવેલ તમામ ગાર્ડન બંધ રહેવાના છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધૂળેટી પહેલાજ આ ખાસ સુચના જાહેર કરવામાં આવી છે જેથી લોકોને કોઈ અસુવિધા ન થાય અને બાદમાં ટ્રાફિકની સમસ્યા પણ ન સર્જાય.

આ પણ વાંચો : Surat News: પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસનો કાફલો ઘટના સ્થળે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *