‘અમેરિકા-ઈઝરાયલને કોણે અધિકાર આપ્યો’ ખામેનેઈની હત્યા મુદ્દે ભડક્યા ઓમર અબ્દુલ્લા

📅 Published: March 3, 2026 | 📂 Category: India National


Omar Abdullah on Ali Hosseini Khamenei Death : જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ અને તેમની પત્ની મંસૂરેહ ખોજસ્તેહની હત્યાની કડક શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કહ્યું કે, અમેરિકા-ઈઝરાયલને ખામેનેઈની હત્યા કરવાનો કે ઘર્ષણ કરવાનો કોને અધિકાર આપ્યો છે? બહારના કોઈપણ દેશના હસ્તક્ષેપ વગર માત્ર ઈરાનના લોકોને જ પોતાનું નેતૃત્વ પસંદ કરવાનો અધિકાર છે. આ હત્યા દુર્ભાગ્યપૂર્ણ છે અને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કોઈપણ દેશને અન્ય દેશ પર હુમલો કરવાનો કે અન્ય દેશોનું નેતૃત્વ બદલી નાખવાનો અધિકાર નથી.

ભાવનાઓને નિયંત્રણમાં રાખો : પ્રદર્શનકારીઓને CMની અપીલ

તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોને અપીલ કરી છે કે, તેઓ પોતાની ભાવનાઓને નિયંત્રણમાં રાખે અને ગુસ્સા તેમજ દુઃખને શાંતિપૂર્ણ અને કાયદાને ધ્યાને રાખીને વ્યક્ત કરે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *