આંતરધર્મીય લિવ ઈન રિલેશનશિપ ગુનો નથી, ધર્માંતરણ વિરોધી કાયદો તેને રોકતો નથીઃ અલ્લાહાબાદ હાઈકોર્ટ

📅 Published: February 24, 2026 | 📂 Category: India National


UP anti-conversion law does not prohibit interfaith live-in relationships: અલ્લાહાબાદ હાઈકોર્ટે તાજેતરમાં આપેલા એક મહત્ત્વના ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે, ઉત્તર પ્રદેશનો ધર્માંતરણ વિરોધી કાયદો પુખ્ત વયના આંતરધર્મીય યુગલોને સાથે રહેતા રોકતો નથી. ઉત્તર પ્રદેશ ગેરકાયદે ધર્મ પરિવર્તન નિષેધ અધિનિયમ 2021 આંતરધર્મીય લગ્નો કે સાથે રહેતા (લિવ-ઈન) યુગલો પર પ્રતિબંધ મૂકતો નથી. લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું એ ગુનો નથી. આ દરમિયાન કોર્ટે આવા 12 યુગલને સુરક્ષા આપવાનો પણ નિર્દેશ કર્યો હતો. દેશમાં લિવ-ઈન રિલેશનશિપ અને ખાસ કરીને અલગ ધર્મના યુગલો વચ્ચેના સંબંધોને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે અલ્લાહાબાદ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *