
India’s New Anti-Terror Doctrine to Counter Cross-Border Terrorism: ભારત સરકારે દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને સરહદ પારથી ફેલાવવામાં આવતા આતંકવાદને જડબાતોડ જવાબ આપવા માટે સોમવારે ‘પ્રહાર’ (PRAHAAR) નામની પ્રથમ વ્યાપક આતંકવાદ વિરોધી નીતિ (Anti-Terror Doctrine) જાહેર કરી છે. આ નવી નીતિ અંતર્ગત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ વધારીને ટ્રાન્સનેશનલ ટેરરિઝમ (વિદેશની ધરતી પરથી ફેલાવાતા)નો ખાત્મો કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
શું છે ‘પ્રહાર’ નીતિ અને કેમ પડી જરૂર?
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલા દસ્તાવેજો મુજબ, આધુનિક સમયમાં આતંકવાદી સંગઠનો સ્થાનિક નેટવર્ક, લોજિસ્ટિક્સ અને ભૌગોલિક જાણકારીનો ઉપયોગ કરીને હુમલા કરી રહ્યા છે. પાડોશી દેશોમાં અવારનવાર સર્જાતી અસ્થિરતાનો લાભ ઉઠાવીને આતંકવાદીઓ સુરક્ષિત આશ્રય સ્થાનો બનાવી રહ્યા છે.
