ઈંધણ સંકટથી હાહાકાર! ટ્રાવેલ, સ્કૂલ અને નિકાસ સહિતના નિયમો બદલાયા, જાણો ભારત સહિતના દેશોની સ્થિતિ

📅 Published: March 12, 2026 | 📂 Category: India National


Global Fuel Crisis : ઈઝરાયલના હુમલાના કારણે ઈરાનની સ્થિતિ બદતર થઈ ગઈ છે, તો ઈરાન ઈઝરાયલ ઉપરાંત પડોશી દેશો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કરી રહ્યું હોવાના કારણે નાગરિકો પોતાની સુરક્ષા માટે દોડધામ કરી રહ્યા છે. આ યુદ્ધના કારણે અનેક લોકોના માથે મોતનું જોખમ મંડરાઈ રહ્યું છે. આ ઉપરાંત યુદ્ધના કારણે અનેક દેશો ઈંધણ સંકટમાં પણ ફસાઈ ગયા છે. વર્તમાન સંકટ એવું છે કે, પેટ્રોલ, ડિઝલ, ગેસ ન મળવાના ડરના કારણે લોકોએ સંગ્રહખોરી શરૂ કરી દીધી છે. ક્યાંક પેટ્રોલ પંપો પર લાઈનો લાગી હોવાના અહેવાલો સામે આવ્યા છે, તો જરૂર ન હોવા છતાં ગેસ સિલિન્ડરનું બુકિંગ પણ વધી ગયું છે, ત્યારે આ સંકટનો સામનો કરી રહેલી સરકારોએ ઈંધણ બચાવવા માટે નવા-નવા નિયમો ઘડી કાઢ્યા છે. કેટલાક દેશોની શાળાઓમાં રજાઓ જાહેર કરવાની સાથે કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાનો આદેશ આપ્યો છે, તો ક્યાંક મંત્રીઓ અને અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *