એક શોક સંદેશ બાદ ભારત માટે ખુલ્યો સ્ટ્રેટ ઑફ હોર્મુઝનો રસ્તો! ગ્લોબલ ટેન્શન વચ્ચે ખાસ મંજૂરી

📅 Published: March 20, 2026 | 📂 Category: India National


India-Iran Diplomacy : અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેલ્લા 20 દિવસથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના કારણે મધ્ય-પૂર્વના દેશો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જોકે આ યુદ્ધ વચ્ચે ભારતે પોતાની સચેત કૂટનીતિથી એક મોટી સફળતા હાંસલ કરી છે. જ્યારે વિશ્વની નજર યુદ્ધના મેદાનમાં હતી, ત્યારે ભારતીય વિદેશ મંત્રાલયની કૂટનીતિથી દેશ એક મોટા આર્થિક અને ઊર્જા સંકટમાંથી બહાર આવ્યું છે. ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યો હોવા છતાં ભારત પોતાના બે LPG ટેન્કરોને ત્યાંથી સુરક્ષિત લાવવામાં સફળ થયું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *