ઓડિશાની સરકારી હોસ્પિટલના આઇસીયુમાં આગ, 10 દર્દીનાં મોત

📅 Published: March 17, 2026 | 📂 Category: India National


– ઇલેક્ટ્રિક ઉપકરણમાં શોર્ટ સર્કિટથી મોટી ઘટના

– સાત દર્દીના સ્થળ પર જ્યારે ત્રણના સારવાર દરમિયાન મોત, હોસ્પિટલા સ્ટાફના 11 લોકોને ઇજા 

ભુવનેશ્વર : ઓડિશામાં એક ગોઝારી ઘટના સામે આવી છે, અહીંના કટકમાં આવેલી સરકારી હોસ્પિટલના આઇસીયુમાં ભિષણ આગ લાગી હતી, જેને પગલે આઇસીયુમાં દાખલ ૧૦ દર્દીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે હોસ્પિટલના સ્ટાફના ૧૧ લોકોને પણ ઇજા પહોંચી હતી.   

ઓડિશાના કટકના શ્રીરામ ચંદ્ર એસસીબી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રાત્રે ત્રણ વાગ્યે ભિષણ આગ લાગી હતી, આ ઘટનામાં ૧૦ દર્દીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, સાત દર્દીઓ સ્થળ પર જ માર્યા ગયા હતા જ્યારે ત્રણ દર્દીઓને બાદમાં સારવાર માટે દાખલ કરાયા હતા જ્યાં તેમણે જીવ ગુમાવ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *