‘ઓરિજિનલ કન્ટેન્ટ લખનારને કમાણીનો હિસ્સો આપો, નહીં તો…’ અશ્વિની વૈષ્ણવની ડિજિટલ પ્લેટફોર્મ્સને ચેતવણી

📅 Published: February 26, 2026 | 📂 Category: India National


Ashwini Vaishnav Warns Digital Platforms : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે ડિજિટલ પ્લેટફોર્મ્સને ચેતવણી આપતા જણાવ્યું છે કે, પ્લેટફોર્મ્સે કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે કમાણીનો યોગ્ય હિસ્સો વહેંચવો પડશે, નહીં તો સરકારના હસ્તક્ષેપ અને કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. તેમણે આ વાત ‘ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન’ (DNPA) કોન્ક્લેવ 2026માં કરી છે.

ડિજિટલ પ્લેટફોર્મ્સ પોતાની જવાબદારીમાંથી ભાગી શકશે નહીં : અશ્વિની વૈષ્ણવ

અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કહ્યું કે, ઈન્ટરનેટ હવે માત્ર માહિતી આપવાનું માધ્યમ નથી રહ્યું, પરંતુ તે એક શક્તિશાળી ઈકોસિસ્ટમ બની ગયું છે. જો પ્લેટફોર્મ પર ખોટું કન્ટેન્ટ ફેલાવવામાં આવે અથવા બાળકોને નુકસાન પહોંચાડવામાં આવે, તો તેની સીધી જવાબદારી પ્લેટફોર્મની જ રહેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *