
– છ મહિના બાદ લદ્દાખના પર્યાવરણ એક્ટિવિસ્ટનો છૂટકારો
– આ નિર્ણય લદ્દાખમાં શાંતિ અને વિશ્વાસને પ્રોત્સાહન આપવા તેમજ સ્થાનિકો સાથે સંવાદ શરૂ કરવાના ઉદ્દેશ્યથી લેવાયો : કેન્દ્ર
– મહિના પહેલા સુપ્રીમે પણ અટકાયતમાં રાખવાના આધાર પુરાવા પર સવાલો ઉઠાવ્યા હતા, મેડિકલ રિપોર્ટ માગ્યો હતો
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે લદ્દાખના પર્યાવરણ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક પર લગાવેલ રાષ્ટ્રીય સુરક્ષા એક્ટ એનએસએ હટાવી લીધો છે. સાથે જ તાત્કાલીક અસરથી વાંગચુકની અટકાયત પણ રદ કરી દેવામાં આવી છે. જેના પગલે વાંગચુકને મોડી સાંજે જોધપુરની જેલમાંથી મુક્ત કરાયા હતા.
