
SC about COVID vaccine side-effects: સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણીમાં કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, જે લોકો કોવિડ-19 વેક્સિનની ગંભીર આડઅસરોથી પીડાઈ રહ્યા છે, તેમને વળતર આપવા માટે એક નીતિ ઘડવામાં આવે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે આ વળતર ‘નો-ફોલ્ટ'(no-fault basis) ધોરણે આપવું જોઈએ.
આ વાતને ભૂલની કબૂલાત તરીકે ના લો
સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી વખતે 10 માર્ચના રોજ કેન્દ્રને નિર્દેશ કર્યો હતો કે, ‘ભારત સરકાર કોવિડ-19 વેક્સિનેશન પછીની ગંભીર આડઅસરો માટે ‘નો-ફોલ્ટ કોમ્પેન્સેશન પોલિસી’ ઘડે. આ પ્રકારની વળતર યોજનાની શરૂઆતને સરકારે ‘કોઈ ભૂલની કબૂલાત’ તરીકે ના જોવી જોઈએ.
