
– યુપી અને કર્ણાટકમાં પણ શિયાઓ રસ્તા પર ઉતર્યા
– ખામેનેઇએ ૧૯૮૬માં કર્ણાટકના જે ગામની મુલાકાત લીધી હતી ત્યાં મૌન પળાયું
– આજે ટ્રમ્પ-નેતન્યાહુના પુતળા દહન સાથે વિરોધ કરવા શિયા મુસ્લિમ લો બોર્ડની જાહેરાત
શ્રીનગર: ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઇના મોતને પગલે સમગ્ર વિશ્વમાં શિયા મુસ્લિમોમાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ છે, જેની અસર ભારતમાં પણ જોવા મળી છે. ભારતમાં કાશ્મીરથી કર્ણાટક સુધી શિયા મુસ્લિમો દ્વારા ધરણા પ્રદર્શન યોજાયા હતા. ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ લોકો રસ્તા પર ઉતર્યા હતા.
