
Assam Assembly Elections 2026: આસામ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. નગાંવના સાંસદ પ્રદ્યુત બોરદોલોઈ અને આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ નવજ્યોતિ તાલુકાદારે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા જ આ દિગ્ગજ નેતાઓના જવાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
પક્ષની કાર્યપદ્ધતિ અને સંકલનના અભાવથી ભારે નારાજગી
નવજ્યોતિ તાલુકાદારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેને મોકલેલા રાજીનામાના પત્રમાં પક્ષની કાર્યપદ્ધતિ સામે ભારે નારાજગી દર્શાવી છે.
