anada News : કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આ જ મહિને દિલ્હી પહોંચશે. આ મુલાકાત એવા સમયે અત્યંત મહત્વની માનવામાં આવે છે જ્યારે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને વેપારમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માર્ક કાર્ની મળીને બંને દેશોના સંબંધોનું ‘રીસેટ બટન’ દબાવશે. છેલ્લા કેટલાક સમયથી ભારત અને કેનેડા વચ્ચે જે ખટાશ અને કડવાશ પેદા થઈ હતી, તે હવે મિત્રતામાં પરિણમે તેવી શક્યતા છે. નિષ્ણાતોનું મંતવ્ય છે કે, કાર્નીના આ પગલાથી ભારતના ડિફેન્સ (રક્ષણ) અને ટેકનોલોજી સેક્ટર માટે પ્રગતિના નવા દ્વારા ખુલી શકે છે.
