તામિલનાડુ હોર્સ સ્પર્ધામાં રૂપાલનો અશ્વ અવ્વલ

📅 Published: March 12, 2026 | 📂 Category: gujarat-news

બાવળા : સાઉથ ઇન્ડિયન મારવાડી હોર્સ સોસાયટી દ્વારા તામિલનાડુ ખાતે તાજેતરમાં અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાવળા તાલુકાના રૂપાલ ગામના ટીસા સ્ટડ પંપ રૂપાલ ખાતેથી અલ્તાફ્ વોરા તેમનો અશ્વ સમ્રાટ લઈ તમિલનાડુ પહોંચ્યા હતા. ત્યાં તેમના અશ્વને મિલ્ક ટીથ હોવાથી પહેલો નંબર આપવામાં આવ્યો હતો. સાઉથ ઇન્ડિયન મારવાડી હોર્સ સોસાયટી જે દક્ષિણ ભારતમાં મારવાડી ઘોડાઓની જાતિના સંરક્ષણ અને પ્રદર્શન માટે કામ કરતી સંસ્થા છે. આ સંસ્થા દ્વારા પોલ્લાચી, તમિલનાડુ ખાતે ગત 7મી અને તા. 8મી માર્ચ દરમિયાન વાર્ષિક સાઉથ ઇન્ડિયા મારવાડી હોર્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રોષ્ઠ અશ્વ જાતિઓનું પ્રદર્શન અને સ્પર્ધાઓ યોજાઈ હતી. જેનો મુખ્ય હેતુ મારવાડી ઘોડાઓની વંશાવળી, સંવર્ધન અને તેમની લાક્ષણિકતાઓ (અંદરની તરફ્ વળેલા કાન)ને પ્રોત્સાહન આપવાનો છે. માર્ચ 2026માં યોજાયેલા આ શોમાં પ્રખ્યાત અશ્વ જેવા કે ‘શાહબાઝ’ અને ‘દિલદાર’ જેવા અનેક અશ્વોએ ભાગ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *