
Indian Petroleum Minister On Fuel-LPG-CNG Crisis : ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં સર્જાયેલી અસ્થિરતાની અસરો ભારત પર પડવાની આશંકાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ગુરુવારે (12 માર્ચ) મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, ‘દેશમાં પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનની સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે અને કોઈપણ પ્રકારની અછત નથી. કાચા ઓઇલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની કે સંગ્રહખોરી કરવાની કોઈ જરૂર નથી.’
ભારતે 40થી વધુ દેશોમાંથી ઓઇલની આયાત શરૂ કરી : પેટ્રોલિયમ મંત્રી
સંસદમાં તેમણે કહ્યું કે, ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પસાર થતું વિશ્વનું લગભગ 20 ટકા ક્રૂડ ઓઇલ અને એલપીજીને અસર થઈ છે.
