નીટ-પીજીમાં શિક્ષણની ગુણવત્તા પર અસર ચિંતાજનક : સુપ્રીમ

📅 Published: February 24, 2026 | 📂 Category: India National


– કટઓફમાં કાપ ખાલી બેઠકોને ધ્યાનમાં રાખી લેવાયો, શિક્ષણની ગુણવત્તા પર કોઇ અસર નહીં થાય : કેન્દ્રનો બચાવ

– સરકારી કોલેજોમાં ફી 9000થી 27000 જ્યારે ખાનગી કોલેજોમાં એક કરોડ, સામાન્ય લોકો કેવી રીતે એડમિશન લે : અરજદારો

નવી દિલ્હી : નીટ પીજી ૨૦૨૫ માટે કટ ઓફમાં ઘટાડાના નિર્ણયનો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં બચાવ કર્યો હતો અને દાવો કર્યો હતો કે આ નિર્ણયની ડોક્ટોરની ક્લિનિકલ ક્ષમતા પર કોઇ અસર નહીં પડે અને પર્સેંટાઇલમાં ઘટાડા બાદ પણ સીટોની ફાળવણી ઉમેદવારના મેરિટ અને પ્રાથમિકતાના આધાર પર નક્કી કરાશે. જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કટ ઓફ ઘટાડાથી શિક્ષણની ગુણવત્તા પર અસર થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે.  

વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે પર્સેંટાઇલ કટ ઓફમાં ઘટાડો કરવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઇ છે, જેની સુનાવણી ચાલી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *