પાકિસ્તાન દુનિયાના સૌથી વધુ આતંકવાદ પ્રભાવિત દેશો પૈકીનું એક બન્યું : 2025માં 1139ના મોત

📅 Published: March 22, 2026 | 📂 Category: India National


પોતે જ રચેલી જાળમાં પાક. પોતે જ ફસાયું

દુનિયામાં આતંકવાદથી થયેલા મૃત્યુના 70 ટકા પાકિસ્તાન,બુર્કીના-ફાસો, નાઇજીરીયા, નાઇજર અને ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગોનાં થયા

નવી દિલ્હી : સ્વીડન સ્થિત ઇન્સ્ટીટયુટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ ‘ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ’માં પાકિસ્તાનને આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સ્થાન આપ્યું છે, તે રીપોર્ટ મુજબ ૨૦૨૫માં જ પાકિસ્તાનમાં આતંકવાદથી ૧૧૩૯નાં મૃત્યુ સત્તાવાર રીતે નોંધાયા છે, બિન સત્તાવાર આંક તો આથી પણ વધુ હોવાની પૂરી શક્યતા છે. આ પૂર્વે ૨૦૧૩માં આતંકવાદથી થયેલા ૧૦૪૫ના મૃત્યુના આંકને પણ ૨૦૨૫નો આંક વટાવી ગયો છે. સતત છ વર્ષ સુધી પાકિસ્તાનમાં આતંકવાદથી થયેલાં મૃત્યુનો આંક વધતો જ રહ્યો છે.

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *