પોલીસ પંચાતમાં દર અઠવાડિયે સંદેશ ડિજિટલ દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.
કોઈ પણ વિવાદ વિના પોલીસ સ્ટેશન સારી રીતે ચલાવ્યું, પણ PIને કેમ તેજ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ ના અપાયું !
અમદાવાદ શહેરના છેવાડે આવેલું અને ગાંધીનગરથી નજીક આવેલું પોલીસ સ્ટેશન કે જે ચાંદ જેવું સરસ બનાવવામાં આવ્યું છે, થોડાક સમય પહેલા અમદાવાદ શહેરના પોલીસ વડા દ્વારા 27 પીઆઈની બદલી કરવામાં આવી છે, તેવામાં એક પીઆઈ એવા છે કે, જેમણે વિવાદમાં આવ્યા વિના 4 મહિના પોલીસ સ્ટેશન ચલાવ્યું હતુ, પરંતુ પોલીસ બેડામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, પીઆઈની કામગીરી સારી છે તો પછી તેમને જ કેમ આ પોલીસ સ્ટેશનમાં નિમણૂંક કાયમી આપવામાં આવી નહી અને બીજા પીઆઈને મૂકવામાં આવ્યા તેને લઈ ચર્ચા ચાલી રહી છે, આ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને તેમને પ્રમોશન આવતા તેઓ પીઆઈ થયા અને ચાંદ જેવા પોલીસ સ્ટેશનમાં હાલમાં પીઆઈ છે પણ સેકન્ડ પીઆઈ.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ પાર્કિંગ બૂટલેગરો માટે હોટ ફેવરિટ બન્યા !
ગુજરાતના બંદરો પર દુનિયાના વિવિધ દેશોના કન્ટેનર આયાત-નિકાસ (ઈમ્પોર્ટ-એક્સપોર્ટ) માટે આવતા હોય છે. પરંતુ લાખોની સંખ્યામાં આવતા આ કન્ટેનરમાં કયો સામાન છે, તેની ચોક્કસ જાણકારી દરેક વખતે હોતી નથી. ભૂતકાળમાં એવા ઘણા કિસ્સા ખૂલ્યા છે કે જેમાં વર્ષોથી પડી રહેલા કન્ટેનર જ્યારે એજન્સી દ્વારા ખોલવામાં આવ્યા, ત્યારે તેમાંથી ડ્રગ્સ અથવા ગેરકાયદે ચીજવસ્તુઓ મળી આવી હોય. બૂટલેગરોએ હવે આ જ પ્રકારની ‘મોડસ ઓપરેન્ડી’ (કાર્યપદ્ધતિ) ગુજરાતમાં દારૂ ઠાલવવા માટે અપનાવી છે. ખાદ્ય પદાર્થો અથવા અન્ય ચીજવસ્તુઓથી ભરેલી ટ્રકમાં દારૂની પેટીઓ છુપાવીને જ્યારે ટ્રક શહેરમાં આવેલા ટ્રાન્સપોર્ટ પાર્કિંગમાં પહોંચે, ત્યારે બૂટલેગર ટ્રકનો નંબર આપીને તેમાંથી દારૂનો જથ્થો મેળવી ટ્રકમાં અન્ય ચીજવસ્તુની વચ્ચે દારૂ ભરીને ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં લવાય છે તેવી વાતે અમદાવાદ પોલીસ બેડામાં જોર પકડયું છે.
એક મહિલા ટ્રાફિક PIને ગેરકાયદેસર દોડતા ડમ્પરો આંખ સામે નથી દેખાતા પણ નાની ગાડીઓ જ કેમ દેખાય છે
અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા એક પીઆઈની તેમના જ ડિવિઝનના લોકો ચર્ચા કરી રહ્યા છે કે, મેડમને તો મોટા ગેરકાયદેસર ડમ્પર દોડે છે તેને તે પકડી શકતા નથી પરંતુ નાની કાર હોય છે તેમના ચાલકો સામે કાર્યવાહી કરે છે, તો આ મહિલા પીઆઈ ગાંધીનગરથી નજીક આવેલા એક ટ્રાફિક પોલીસમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે, તો મેડમ જી તમે કામગીરી કરો છે એ સારી વાત છે પણ મોટા અને બેફામ દોડતા ડમ્પરના ચાલકો સામે તો કાર્યવાહી કરો.
વહિવટ લેવા માટે મોટા વહિવદારોએ PIના પગ પકડી લીધા
અમદાવાદ શહેરમાં એક સાથે 27 પીઆઈની બદલી આવી છે, સ્વભાવિક છે કે પીઆઈની બદલી આવે ત્યારે વહિવટદાર પણ બદલાતા હોય છે અને અમદાવાદ શહેરમાં મોટા ભાગના વહિવટદારો બદલાઈ ગયા છે કેમકે, પીઆઈની બદલી આવી છે, ત્યારે જૂના વહિવટદારો પીઆઈની બદલી થતાની સાથે જ વહિવટ મળે તે માટે તેમના પગ પકડી લીધા છે, તો ઘણા પીઆઈએ હજી ચાર્જ પણ લીધો નથી તે પહેલા વહિવટાદારો પીઆઈના ઘર સુધી પહોંચી ગયા છે અને સાહેબ અમને વહિવટ આપજો તેમ કહીને વહિવટ મેળવવાની વાત કરી રહ્યાં છે, પોલીસબેડામાં એવી ચર્ચા ચાલે છે કે, મોટા વહિવટદારોએ તો પીઆઈને મનાવીને વહિવટ લઈ લીધો છે.
ઉંમર ખાલી 35 વર્ષ, પણ આ PIએ કર્યુ સૌથી મોટું કામ
અમદાવાદ શહેરમાં અલગ-અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અનેકવાર મળી છે અને આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે ગુના પણ નોંધ્યા છે, પરંતુ આપણને એમ થાય કે આવી ધમકી કોણ આપતું હશે અને તે લોકો તો પકડાતા નથી, ત્યારે અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા પીઆઈ S.R.ZALAએ એવું કામ કર્યુ કે આપણને પણ તાળીઓથી વધાવી લેવાનું મન થાય, ભારત દેશમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે, દેશની બહાર વર્ષોથી બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને તેનું વેચાણ કરતી અનેક ગેંગ સક્રિય છે. જેના આધારે પોલીસે અલગ અલગ સોશિયલ મિડીયાની સાઇટ પર તપાસ કરીને ખુદ ઇ-મેઇલ આઇડી ખરીદવા માટેની ટેકનીક અપનાવી હતી. જેમાં પોલીસને એક મહિના પહેલા સૌરભ વિશ્વાસ અંગે કડી મળી હતી. તેની સાથે ટેલીગ્રામ ચેનલથી વાત કરતા તેણે ક્રિપ્ટો અને યુએસડીટીથી નાણાં અપાવવાનું કહીને કેટલાંક ઇ-મેઇલ આઇડી વેચાણે આપવા માટે ખાતરી આપી હતી અને ક્રાઇમબ્રાંચે ગ્રાહક બનીને નાણાં ટ્રાન્સફર કરીને કેટલાંક ઇ-મેઇલ આઇડી મેળવ્યા હતા.
