
Bihar Rajya Sabha Cross Voting: બિહારમાં રાજ્યસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે એનડીએના તમામ પાંચેય ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. એનડીએની આ જીતથી રાજ્યના રાજકીય સમીકરણોમાં તેની પકડ વધુ મજબૂત બની છે અને સત્તાધારી પક્ષોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આ ચૂંટણીમાં વિપક્ષી મહા ગઠબંધનને મોટો આંચકો લાગ્યો છે, છેલ્લી ક્ષણ સુધી ગઠબંધનના ચાર ધારાસભ્યો મતદાન કરવા પહોંચ્યા ન હોતા. બીજી તરફ, સત્તાધારી NDAના તમામ 202 ધારાસભ્યોએ એકજૂથ થઈને મતદાન કર્યું છે, જેના કારણે NDAના પાંચમા ઉમેદવાર શિવેશ કુમારની પણ જીત થઈ છે.
કોંગ્રેસ અને RJDના 4 ધારાસભ્યોએ કરી રાજરમત
