
West Bengal Assembly Election: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસે (TMC) 291 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. બાકીની ત્રણ બેઠકો અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, દાર્જિલિંગની 3 બેઠકો પર અનિત થાપાના નેતૃત્વવાળી ભારતીય ગોરખા પ્રજાતાંત્રિક મોરચા (BGPM) ચૂંટણી લડશે.
મમતા બેનર્જી ભવાનીપુરથી ચૂંટણી લડશે
સીએમ મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડશે. ઉમેદવારોની યાદી જાહેર કરતી વખતે તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, ચૂંટણી પંચ ભાજપ તરફથી ‘સારી રમત’ રમી રહ્યું છે, તેઓએ સીધો જ ભાજપ માટે પ્રચાર કરવો જોઈએ.
