
– હાઇડ્રોજન ટ્રેનો સસ્તી હશે, પ્રવાસીઓ પર ખર્ચનો બોજ નહીં વધે
– હરિયાણાના જિન્દમાં હાઇડ્રોજન પ્લાન્ટ છે ત્યાંથી જ ટ્રાયલની શરૂઆત કરાઇ જે એક સપ્તાહ સુધી ચાલશે
નવી દિલ્હી/જિન્દ : ભારતે રેલવે ક્ષેત્રમાં ઇતિહાસ રચ્યો છે, હરિયાણાના જિન્દથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની સફળતાપૂર્વક ટ્રાયલ કરવામાં આવી, આઠ ડબા સાથે આ ટ્રેન ૭૦થી ૮૦ કિમીની ઝડપે દોડી હતી. આશરે ૨૦ કિમી સુધી આ ટ્રેનને દોડાવીને તેની ટ્રાયલ કરવામાં આવી હતી, આગામી દિવસોમાં પણ આ જ પ્રકારનું પરિક્ષણ યથાવત રાખવામાં આવશે. ટ્રાયલ પૂર્ણ થઇ ગયા બાદ આમ નાગરિકો માટે તેને સામાન્ય ટ્રેનોની સાથે જ દોડાવવામાં આવશે.
