
– મમતાએ રાષ્ટ્રપતિનું સ્વાગત ના કર્યું, કાર્યક્રમ સ્થળ પણ બદલી નાખ્યું : ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં નવો વિવાદ
– કાર્યક્રમમાં બહુ જ પાંખી હાજરી, મમતા, રાજ્યના મંત્રીઓ હાજર ના રહેતા રાષ્ટ્રપતિએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી
– આદિવાસી સમાજમાંથી આવતા રાષ્ટ્રપતિજીનું બંગાળ સરકારે માન ન જાળવ્યું તેનાથી દેશ દુ:ખી છે : પીએમ મોદી
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્વે નવો વિવાદ સામે આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંગાળમાં પોતાના કાર્યક્રમમાં આદિવાસીઓની પાંખી હાજરીને કારણે નિરાશ થયા હતા, સાથે જ તેમના સ્વાગત દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, રાજ્યના મંત્રીઓની ગેરહાજરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. સૌથી મોટો વિવાદ રાષ્ટ્રપતિના કાર્યક્રમનું સ્થળ બિધાનનગરથી બદલીને બાગડોગરા નક્કી કરવાને લઇને સામે આવ્યો છે.
