
PM Modi Speaks to Saudi Arabia and Bahrain Leaders | મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ તથા બહેરીનના કિંગ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. તેમણે બંને નેતાઓ સાથે વિસ્તારમાં રહેતા ભારતીયોની સુરક્ષા અંગે પણ વાતચીત કરી છે.
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથે વાતચીત બાદ વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરી કહ્યું કે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે પશ્ચિમ એશિયાની બદલાતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. સાઉદી અરેબિયાના સાર્વભૌમત્વ અને અખંડતાના ઉલ્લંઘન સમાન તાજેતરના હુમલાઓની ભારત સખત ટીકા કરે છે.
