મુસાફરો માટે ખુશખબર: 6 વર્ષ બાદ ચીન અને ભારત વચ્ચે ડાયરેક્ટ એર ચાઈનાની ફ્લાઈટ ઉડાન ભરશે

📅 Published: March 21, 2026 | 📂 Category: India National


India China Air Connectivity: ચીની દૂતાવાસના પ્રવક્તા યૂ જિંગે આજે શનિવારે એક મહત્વની જાહેરાત કરી છે. એર ચાઈના બીજિંગ અને દિલ્હી વચ્ચે સીધી ફ્લાઈટ્સ ફરી શરૂ કરવા જઈ રહી છે. યૂ જિંગે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, આ માત્ર મુસાફરી નથી પરંતુ વેપાર, પ્રવાસન, વિશ્વાસ અને SCO, બ્રિક્સ જેવા મંચો પર લોકો વચ્ચે સહયોગ વધારવા માટેનું એક મોટું પગલું છે. જેનાથી બંને દેશોના નાગરિકોને સીધી કનેક્ટિવિટી મળશે, સમય અને ખર્ચની બચત થશે. લોકો ટ્રાન્ઝિટ વગર બંને દેશોની રાજધાનીઓ વચ્ચે સરળતાથી મુસાફરી કરી શકશે, જે કોરોના બાદ સંબંધો સામાન્ય થવાનું પ્રતીક છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *