
Akasa Air Hikes Fuel Surcharge: એર ઈન્ડિયા અને ઈન્ડિગો બાદ હવે અકાસા એર દ્વારા પણ ફ્લાઈટની ટિકિટો પર વધારાનો ચાર્જ વસૂલવાની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં થયેલા વધારાને પગલે આ નિર્ણય લેવાયો છે. એરલાઇનના સત્તાવાર નિવેદન અનુસાર, 15 માર્ચથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને રૂટ પર ટિકિટના દરોમાં વધારો જોવા મળશે.
ઈંધણ સરચાર્જ અને તેની અસર
અકાસા એર 15 માર્ચથી ફ્લાઈટની ટિકિટ પર 199થી લઈને 300 રૂપિયા સુધીનો ઈંધણ સરચાર્જ (Fuel Surcharge) લાગુ કરશે.
