યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, કહ્યું – 'અમે શાંતિના હિતેચ્છુ'

📅 Published: March 13, 2026 | 📂 Category: India National

PM Modi Talk With Iran President : પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભારેલા અગ્નિ જેવા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. વર્તમાન યુદ્ધની સ્થિતિમાં બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ સીધી અને અત્યંત મહત્વપૂર્ણ મંત્રણા ગણાઈ રહી છે.

શાંતિ અને કૂટનીતિ પર ભાર

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન સાથેની વાતચીત બાદ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે, તેમણે મધ્ય પૂર્વની ગંભીર સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, પ્રદેશમાં વધતો તણાવ, નિર્દોષ નાગરિકોના મોત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થઈ રહેલું નુકસાન ચિંતાજનક છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *