યૌન શોષણની પીડિત બાળકીઓને વારંવાર કોર્ટમાં ન બોલાવો..', ટ્રાયલ કોર્ટને દિલ્હી હાઈકોર્ટની ફટકાર

📅 Published: March 16, 2026 | 📂 Category: India National


Delhi HC Slams Lower Courts: દિલ્હી હાઈકોર્ટે પોક્સો કેસના પીડિતોને વારંવાર કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ મોકલવામાં નીચલી અદાલતોના વલણ પર ચિંતા વ્યક્ત કરી છે અને તેમને ફટકાર લગાવી છે. હાઈકોર્ટના જજ સ્વર્ણ કાંત શર્માની કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, ટ્રાયલ અથવા જામીનની સુનાવણી દરમિયાન પીડિત સગીર બાળકીઓને વારંવાર કોર્ટમાં બોલાવવું યોગ્ય નથી. આમ કરવાથી બાળકોને માનસિક વેદના અને ફરીથી ટ્રોમાનો સામનો કરવો પડી શકે છે. આ કેસ 2022ના યૌન શોષણના કેસ સાથે સંબંધિત છે, જેમાં સગીર પીડિતાને ટ્રાયલ દરમિયાન 9 વખત કોર્ટમાં હાજર થવું પડ્યું હતું. એટલું જ નહીં, હાજર ન રહેવા બદલ જામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *