
Rajya Sabha Election 2026: રાજ્યસભાની 37 બેઠકો માટે ગઈકાલે 16 માર્ચે યોજાયેલી ચૂંટણીએ સંસદના ઉપલા ગૃહનું ચિત્ર બદલી નાખ્યું છે. આ ચૂંટણીઓ પછી NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) માત્ર નિર્ણાયક સરસાઈ જ નથી મેળવી, પરંતુ હવે ગૃહમાં તેની બહુમતી પણ સુનિશ્ચિત થઈ ગઈ છે, આ ચૂંટણી એક એવો વળાંક છે જે આગામી સંસદીય સત્રોમાં સત્તાધારી પક્ષને સ્પષ્ટ લીડ આપતો દેખાઈ રહ્યો છે.
કેવી રીતે મળી સરસાઈ?
37 બેઠકોમાંથી 11 બેઠકો પર મતદાન થયું હતું, જેમાં NDAએ 9 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે બાકીની 26 બેઠકો પર બિનહરીફ ચૂંટણી થઈ હતી, જ્યાં NDAને 13 બેઠકો મળી હતી.
