રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ દેશવાસીઓને અનોખી રીતે પાઠવી હોળીની શુભેચ્છાઓ, જાણો શું થાય છે શ્લોકનો અર્થ ?

📅 Published: March 4, 2026 | 📂 Category: national

સમગ્ર ભારત આજે રંગો, ઉમંગ અને ભાઈચારાના તહેવાર હોળીની ઉજવણીમાં ડૂબેલું છે. શેરીએ શેરીએ અબીર-ગુલાલની છોળો ઉડી રહી છે અને લોકો પરસ્પર વેરઝેર ભૂલીને એકબીજાને ગળે મળી રહ્યા છે. આ પાવન પ્રસંગે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા રાષ્ટ્રને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંદેશ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, “હોળીનો આ પર્વ લોકોના જીવનમાં પ્રેમ અને નવી આશાનો સંચાર કરે છે. આ તહેવાર આપણી સામાજિક એકતા અને ભાઈચારાના બંધનને વધુ મજબૂત બનાવે છે.” તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ રંગોનો ઉત્સવ દરેકના જીવનમાં ખુશીઓ લાવશે અને સૌ સાથે મળીને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે.

પીએમ મોદીએ પાઠવી હોળીની શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં ફેલાયેલા ઉત્સાહની પ્રશંસા કરતા કહ્યું કે, “રંગો અને હરખથી ભરેલો આ તહેવાર દરેક ભારતીય માટે આનંદદાયક રહે. દરેકના જીવનમાં સફળતા, સુખ અને સમૃદ્ધિના રંગો ખીલે તેવી મારી મનોકામના છે. પીએમ મોદીએ હોળીની વિશેષતા સમજાવતા એક સંસ્કૃત શ્લોક ટાંક્યો હતો,”ઉદ્ભિનસ્થાબાકવત્સનસુભાગાહ પૂર્વે ખાનમરુન્નર્તિતાહ, પુષ્પોદ્ગિર્ન પરાગ પાંખડીઓ અત્પરપકંડ ત્વિશાહ. ગંભીરક્રમપંચમોનમદપિક્ધ્વનોચ્છલદ્ગીતેયહ, પ્રત્યુજ્જીવિત્મનમાથોસવ ઇવ ક્રીડંત્યમુ ભૂરુહ.”

સંસ્કૃત શ્લોકનો અર્થ

જેનો અર્થ થાય છે કે વસંતના આગમન સાથે કુદરત જે રીતે નવા પુષ્પો અને પરાગથી ખીલી ઉઠે છે, તેવી જ રીતે હોળીનું વાતાવરણ સમગ્ર સૃષ્ટિમાં નવી ઊર્જા ભરી દે છે. તેમણે ઉમેર્યું કે હોળીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ચારેબાજુ પ્રસન્નતા ફેલાવીને દરેક હૃદયને આનંદથી ભરી દે છે.

📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *