
Vice Chief Of Army Staff : લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ જે હાલમાં ભારતીય સેનાના સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ છે. તેઓ 1 એપ્રિલ, 2026થી નવી દિલ્હીમાં આર્મી હેડક્વાર્ટર ખાતે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફનો કાર્યભાર સંભાળશે. ભારતીય સેનામાં સર્વોચ્ચ પદોમાંથી એક ચીફ ઓફ આર્મી સ્ટાફ પછી બીજા ક્રમે એટલે કે વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે લેફ્ટનન્ટ જનરલ સેઠ કમાન સંભાળશે. આ પદમાં સેનાની ઓપરેશનલ તૈયારી, આધુનિકીકરણ પ્રયાસો, વ્યૂહાત્મક આયોજન અને દેશભરના વિવિધ આર્મી કમાન્ડ અને યુનિટ્સના સંકલનની દેખરેખ સહિતની મહત્ત્વપૂર્ણ જવાબદારીઓનો સમાવેશ થાય છે.
