
– દુબઈથી વાયા નેપાળ થઈ ભારતમાં આવ્યા બાદ પકડયા
– સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયાને 20મી માર્ચ સુધીની ઇડીની કસ્ટડી
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ રિેક્ટોરેટે શુક્રવારે જણાવ્યું હતું કે તેણે ૧૮૦ કરોડની ડિજિટલ પોન્ઝી સ્કીમના બે ફરાર ગુજરાતી ઓરોપીઓની ધરપકડ કરી છે. તેઓ ભારતમાંતી ભાગી ગયા પછી દુબઈથી વાયા નેપાળના રસ્તે ભારત પરત આવ્યા હતા.
સુધીર દલસુખભાઈ કોટડિયા અને ઉમંગ શાંતિભાઈ કોટડિયાને પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની જોગવાઈઓ હેઠળ ૧૧ માર્ચના દોર ધરપકડ કરવામાં આવી હતી.
