9 દેશોમાં ઉડાન ન ભરો…; મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે DGCAની એડવાઇઝરી, જાણો શું-શું નિર્દેશ આપ્યા

📅 Published: March 20, 2026 | 📂 Category: India National


DGCA Releases Flight Advisory Amid Middle East Conflict : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 21 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં મધ્ય-પૂર્વમાં ભારે સંકટ અને મોતનું જોખમ ઊભું થયા બાદ ભારતીય એવિએશન સેક્ટરમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ભારતની એવિએશન રેગ્યુલેટર ‘નાગર વિમાન મહાનિદેશાલય'(DGCA)એ યુદ્ધ પ્રભાવિત 9 દેશોના આકાશનો ઉપયોગ ન કરવાનો નિર્દેશ આપ્યો છે. જે 9 દેશોના એરસ્પેસની વાત છે, તેમાં બહેરીન, ઈરાન, ઈરાક, ઈઝરાયલ, જૉર્ડન, કુવૈત, લેબેનૉન, કતાર અને સંયુક્ત આરબ અમીરાત(UAE)નું નામ સામેલ છે.

યુદ્ધમાં જોખમી દેશો મામલે DGCAની ગાઇડલાઇન જાહેર

જોકે ડીજીસીએની સૂચના મુજબ, કેટલીક શરતો મુજબ ઓમાન અને સાઉદી અરેબિયાના એરસ્પેસ પરથી ફ્લાઇટો ઉડાવવા માટે મંજૂરી આપવામાં આવી શકે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *