ભાજપના કાર્યકરે ખુરશી પર બેસવાની નજીવી બાબતે સ્થાનિકને માર માર્યો

📅 Published: November 23, 2025 | 📂 Category: Uncategorized

અમદાવાદ,રવિવાર

સ્પેશીયલ ઇન્ટેન્સીવ રીવીઝન (સર)ની કામગીરી દરમિયાન અનેક વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં સહજાનંદ કોલેજમાં ભાજપના કાર્યકર્તાએ ફોર્મ ભરવા આવેલા વ્યક્તિ સાથે ખુરશી પર બેસવાની સામાન્ય બાબતમાં તરકાર કરીને માર મારીને કાર ચઢાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે.  ચંદ્રગુપ્ત સોસાયટીમાં રહેતા ભાજપના કાર્યકર્તાએ કરેલા વર્તનને મામલે સ્થાનિક લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.

ખાસ કરીને ચૂંટણી લક્ષી કામગીરીમાં ભાજપના કાર્યકરના ક્યા આધારે બીએલઓ પાસે બેસાડવામાં આવ્યો તે પણ મોટો પ્રશ્ન છે.  જો કે હાલ સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *