હિંમતનગરના નિવૃત્ત સિટી સર્વેયરની આવક કરતાં 105% વધુ અપ્રમાણસર મિલકતનો પર્દાફાશ

📅 Published: November 25, 2025 | 📂 Category: Uncategorized


Disproportionate Assets Case : રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ હિંમતનગરમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. સિટી સર્વે કચેરીમાં સિટી મેઇન્ટેનન્સ સર્વેયર તરીકે કાર્યરત અને હાલમાં નિવૃત્ત થયેલા વર્ગ-3ના કર્મચારી નલીનભાઈ છોટાલાલ સોની સામે અપ્રમાણસર મિલકત હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ACBની પ્રાથમિક તપાસમાં નલીનભાઈ સોનીએ પોતાની કાયદેસરની આવક કરતાં 105.14% જેટલી વધારે સંપત્તિ ગેરકાયદેસર રીતે એકઠી કર્યાનો ખુલાસો થયો છે.

ACB દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ નલીનભાઈ સોનીએ 1 એપ્રિલ 2007થી 31 માર્ચ 2015 દરમિયાન હિંમતનગર સ્થિત DILR કચેરીમાં હેડક્વાર્ટસ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ગેરકાયદેસર મિલકત એકઠી કરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *