
Bhavnagar Crime News: ભાવનગર શહેરમાં ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં હજુ ત્રિપલ મર્ડર કેસના પડઘા શમ્યા નથી, ત્યાં જ કરચલીયા પરા વિસ્તારમાં વધુ એક લોહિયાળ ખેલ ખેલાયો છે. જેમાં સામાન્ય પૈસાની લેતી-દેતી મામલે ચાર મિત્રોએ ભેગા મળીને પોતાના જ મિત્રની કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
રાત્રે ખેલાયો ખૂની ખેલ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગરના કરચલીયા પરા, રૂખડિયા હનુમાન મંદિર પાછળ અને પોપટનગર રામાપીરના મંદિર પાછળ રહેતા મોહિતભાઈ ઉર્ફે એમ.
